Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હવે રાહાબે તો બે જાસૂસોને ધાબા પર લઈ જઈને ત્યાં રાખેલા અળસીના સાંઠાના ભારાઓ પાછળ સંતાડી દીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ તેણે તેઓને ધાબા ઉપર લાવીને, શણની સરાંઠીઓ જે ધાબા ઉપર સિંચેલી હતી, તેમાં તેઓને સંતાડ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાંઠીઓમાં છુપાવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ખરેખર તેણીએ તેઓને ધાબા ઉપર શણનાં ઢગલાઓની નીચે સંતાડી દીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:6
17 Iomraidhean Croise  

એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.


પેલા માણસની પત્નીએ એક ઢાંકણું લઈને તેને કૂવા પર ઢાંકી દીધું અને તેની પર અનાજ પાથર્યું. જેથી કોઈને કશી ખબર પડે નહિ.


ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું?


અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


માત્ર અહાઝયાનો પુત્ર યોઆશ જ બચી ગયો. બીજાઓ સાથે તે પણ માર્યો ગયો હોત, પણ યહોરામ રાજાની પુત્રી એટલે, અહાઝયાની બહેન યહોશેબાએ તેને બચાવી લીધો. તેણે તેને અને તેની ધાવને પ્રભુના મંદિરમાં લઈ જઈ ત્યાં એક શયનખંડમાં તેને અથાલ્યાથી સંતાડી દીધો, જેથી તે માર્યો ગયો નહિ.


અને તેને પુત્ર જન્મ્યો. આ છોકરો ખૂબ સુંદર હતો. તેથી તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું.


“જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.


કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.


વિશ્વાસને લીધે જ મોશેનાં માતપિતાએ તેને તેના જન્મ પછી ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. તેમણે જોયું કે તે સુંદર બાળક છે અને તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં તેઓ ડર્યાં નહિ.


રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેનાં કાર્યોની મારફતે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. તેણે યહૂદી સંદેશકોનો આદરસત્કાર કર્યો અને નાસી છૂટવામાં તેમની સહાય કરી.


નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.”


રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા.


પેલા જાસૂસો રાત્રે સૂઈ જાય તે પહેલાં રાહાબ તેમની પાસે ધાબા પર ગઈ.


પણ યહોશુઆએ રાહાબ વેશ્યા અને તેનાં સર્વ કુટુંબીજનોને મારી નાખ્યાં નહિ; કારણ, યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે સંતાડયા હતા. (રાહાબના વંશજો આજ સુધી ઇઝરાયલમાં વસતા આવ્યા છે.)


Lean sinn:

Sanasan


Sanasan