Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને એમ થયું કે અંધારું થયું ત્યારે આશરે દરવાજો બંધ કરાતી વેળાએ તે માણસો બહાર નીકળ્યા. અને તેઓ ક્યાં ગયા તે હું જાણતી નથી. વહેલા વહેલા તેઓની પાછળ જાઓ; કેમ કે તમે તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:5
11 Iomraidhean Croise  

તેથી સાબ્બાથની શરૂઆત થતાં એટલે કે સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધીમાં યરુશાલેમના દરવાજાઓ બંધ કરી દેવા અને સાબ્બાથ પૂરો ન થાય ત્યાં સુધી તે ન ઉઘાડવા મેં હુકમો આપ્યા. સાબ્બાથદિને શહેરમાં કંઈ લાવવામાં ન આવે તેની તકેદારી રાખવા મેં મારા માણસોને દરવાજાઓ પર ગોઠવ્યા.


તારા દરવાજાઓ ખુલ્લા જ રહેશે અને દિવસે કે રાત્રે બંધ થશે નહિ; જેથી પ્રજાઓની સંપત્તિ અને વિજયની સવારીમાં કેદી રાજાઓને તારી અંદર લાવવામાં આવે.


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


એ નદીના બંને કિનારે અનેક પ્રકારનાં વૃક્ષો થશે, જે આહાર માટે ફળ આપશે. તેમનાં પાંદડાં કદી કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. તેમને દર મહિને નવાં ફળ બેસશે, કારણ, તેમને સિંચનારું જળ મંદિરમાંથી વહે છે. તેમનાં ફળ ખાવાના કામમાં અને તેમનાં પાંદડાં ઔષધિના કામમાં આવશે.”


પણ તે સ્ત્રીએ બે માણસોને સંતાડી દીધા હતા. તેથી તેણે જવાબ આપ્યો, “કેટલાક માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તે ક્યાંથી આવ્યા હતા તેની મને ખબર નથી.


હવે રાહાબે તો બે જાસૂસોને ધાબા પર લઈ જઈને ત્યાં રાખેલા અળસીના સાંઠાના ભારાઓ પાછળ સંતાડી દીધા હતા.


રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા.


નગરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે અને બંધ કરવામાં આવશે નહિ. કારણ, ત્યાં રાત્રિ જ નહિ હોય.


શાઉલના માણસો દાવિદને પકડવા ગયા ત્યારે મીખાલે તેમને કહ્યું, “તે બીમાર છે.”


Lean sinn:

Sanasan


Sanasan