Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી તેણે રાહાબને સંદેશો મોકલ્યો કે, “તારા ઘરમાં ઊતરેલા માણસો તો આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે! તેમને બહાર કાઢ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું, “જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઊતરેલા છે તેઓને બહાર કાઢ; કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, “જે માણસો તારે ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:3
15 Iomraidhean Croise  

લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”


અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ અને જાસૂસ નથી.


તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.”


આબ્શાલોમના અધિકારીઓએ એ ઘેર આવીને પેલી સ્ત્રીને પૂછયું, “અહિમાસ અને યોનાથાન ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “તેઓ યર્દન નદી પાર જતા રહ્યા.” પેલા માણસોએ શોધ કરી પણ તેઓ મળ્યા નહિ, એટલે તેઓ પાછા યરુશાલેમ ગયા.


ત્યારે આમ્મોનના આગેવાનોએ રાજાને કહ્યું, “તમે એમ ધારો છો કે દાવિદે તમારા પિતાના સન્માર્થે તમને દિલાસો પાઠવવા આ માણસોને મોકલ્યા છે? ના, તેણે તો આપણા દેશને શી રીતે જીતી લેવો તેની બાતમી કાઢવા એમને જાસૂસો તરીકે મોકલ્યા છે.”


દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે.


પિલાતે ફરીથી બહાર આવીને ટોળાને કહ્યું, “જુઓ, હું તેને અહીં તમારી પાસે બહાર લાવું છું; જેથી તમે પણ જાણો કે તેને સજાપાત્ર ઠરાવવાનું કંઈ કારણ મને મળતું નથી.”


પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.


જે દિવસે હેરોદ પિતરને લોકોની સમક્ષ લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે ચોકીદારોની વચ્ચે ઊંઘી ગયો હતો. તેને બે સાંકળે બાંધેલો હતો, અને જેલના દરવાજા આગળ બે ચોકીદારો પહેરો ભરતા હતા.


તેથી ગુફા ઉઘાડવામાં આવી અને યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના એ પાંચ રાજાઓને બહાર લાવવામાં આવ્યા.


યરીખોના રાજાને ખબર પડી કે તે સાંજે કેટલાક ઇઝરાયલી દેશની બાતમી કાઢવા આવ્યા છે.


પણ તે સ્ત્રીએ બે માણસોને સંતાડી દીધા હતા. તેથી તેણે જવાબ આપ્યો, “કેટલાક માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તે ક્યાંથી આવ્યા હતા તેની મને ખબર નથી.


પછી તેણે તેને કહ્યું, “તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભી રહે, અને કોઈ આવીને પૂછે કે, ‘અહીં કોઈ છે?’ તો ના પાડજે.”


Lean sinn:

Sanasan


Sanasan