Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓએ યહોશુઆને એમ કહ્યું, “ખરેખર યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે. અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેઓએ યહોશુઆને એમ કહ્યું, “યહોવાએ આખો દેશ આપણને સુપ્રત કર્યો છે. અને આપણા આગમનથી ત્યાંના વતનીઓ અત્યારથી જ ધ્રૂજી રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:24
16 Iomraidhean Croise  

અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


“હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.


ભરોસાપાત્ર સંદેશક તેને મોકલનાર શેઠ માટે કાપણીની ગરમીમાં શીતળ હિમ જેવો લાગે છે; તે પોતાના શેઠના જીવને તાજગી આપે છે.


એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.


પછી પેલા બે જાસૂસો પર્વત પરથી ઊતરી આવ્યા અને નદી પાર કરીને નૂનના પુત્ર યહોશુઆ પાસે પાછા આવ્યા. તેમના પર જે જે વીત્યું તે બધું તેમણે તેને કહી સંભળાવ્યું.


હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારી સાથે સર્વ સૈનિકોને લઈને આય પર ચડાઈ કર. તું ગભરાઈશ નહિ અથવા નાહિમ્મત થઈશ નહિ. હું તને આયના રાજા પર વિજય પમાડીશ, અને તેના લોકો, તેનું શહેર અને તેનો પ્રદેશ તારે સ્વાધીન કરી દઈશ.


પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ જઈને પ્રથમ હુમલો કરે. મેં દેશ તેમને તાબે કરી દીધો છે.”


તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.”


તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ.


Lean sinn:

Sanasan


Sanasan