Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારી આ વાત નહિ કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ. અને યહોવા આ દેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પેલા બંને માંણસોએ તેણીને કહ્યું, “તમાંરા માંટે અમે અમાંરું જીવન હોડમાં મૂકવા તૈયાર છીએ, જો તું અમાંરી આ વાત ખુલ્લી ન પાડી દે તો, યહોવા અમને જ્યારે આ દેશ સુપ્રત કરશે ત્યારે અમે ચોક્કસ દયા દાખવશું અને તમને વફાદાર રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:14
18 Iomraidhean Croise  

હવે તમે મારા માલિક અબ્રાહામ સાથે સચ્ચાઈ અને વફાદારીથી વર્તવા માગતા હો તો જણાવો. એમ ન હોય તો તે પણ મને જણાવો; જેથી મારે કયે રસ્તે જવું તેની મને ખબર પડે.”


જ્યારે ઇઝરાયલ એટલે યાકોબના મૃત્યુનો સમય પાસે આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યોસેફને પાસે બોલાવીને કહ્યું, ‘હવે જો તું મારા પર પ્રસન્‍ન હોય, તો તારો હાથ મારી જાંઘ વચ્ચે મૂક અને મારી સાથે સાચા દિલથી અને નિષ્ઠાથી વર્તવાનું વચન આપ. મને ઇજિપ્તમાં દફનાવીશ નહિ,


તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો.


તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ.


દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.”


રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’


શું કપટી ષડયંત્રો રચનારા જ ગેરમાર્ગે દોરવાતા નથી? પણ ભલાઈ કરનારને સન્માન અને વિશ્વાસપાત્રતા મળશે.


ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.


બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે.


અફસરે કહ્યું, “તેં મને આ જણાવ્યું છે એવું કોઈને કહીશ નહિ.” પછી તેણે પેલા યુવાનને વિદાય કર્યો.


મને વચન આપો કે તમે મારા પિતાને, મારી માને, મારા ભાઈઓને, મારી બહેનોને અને તેમનાં સર્વ કુટુંબકબીલાનો જીવ બચાવશો અને અમને મારી નાખશો નહિ.”


હવે રાહાબનું ઘર તો નગરકોટ પર તેને અડીને અંદરની તરફ બાંધેલું હતું. તેથી તેણે તેમને બારીમાંથી દોરડા વડે ઉતાર્યા.


પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે.


જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.”


પણ યહોશુઆએ રાહાબ વેશ્યા અને તેનાં સર્વ કુટુંબીજનોને મારી નાખ્યાં નહિ; કારણ, યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે સંતાડયા હતા. (રાહાબના વંશજો આજ સુધી ઇઝરાયલમાં વસતા આવ્યા છે.)


મારા પર આટલી કૃપા કર અને તેં પ્રભુની સમક્ષ મારી સાથે કરેલો કરાર તું પાળ. પણ જો હું દોષિત હોઉં તો તું પોતે જ મને મારી નાખ. એ કામ તારા પિતાને શા માટે કરવા દે છે?”


Lean sinn:

Sanasan


Sanasan