Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તો હવે મારી આગળ પ્રભુના સમ ખાઓ કે મેં તમારા પ્રત્યે જેવો વર્તાવ દાખવ્યો છે તેવો માયાળુ વર્તાવ તમે મારા પિતાના કુટુંબ પર દાખવશો; અને મને ભરોસો પડે એવી કોઈ ચોક્કસ નિશાની આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હવે તમે યહોવાના નામે સોગંદ ખાઈને મને વચન આપો કે, મેં તમાંરા પ્રત્યે જેવો માંયાળુ વર્તાવ રાખ્યો છે તેવો માંયાળુ વર્તાવ તમે માંરા કુટુંબ પ્રત્યે રાખશો, અને એનુ કોઈ ચોક્કસ ચિહન આપો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:12
24 Iomraidhean Croise  

એટલે અત્યારે તું મારી સમક્ષ ઈશ્વરના સોગંદ લે કે તું મારી સાથે, મારા સંતાન સાથે તથા મારા વંશજો સાથે દગો નહિ કરે, પણ હું તારી સાથે વફાદારીપૂર્વક વર્ત્યો છું તેમ તું પણ મારી સાથે તથા જે દેશમાં તું રહે છે તેના વતનીઓ સાથે વર્તશે.


હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.


આથી તે નોકરે પોતાના શેઠ અબ્રાહામની જાંઘ વચ્ચે હાથ મૂક્યો અને તે બાબત સંબંધી સોગન ખાધા.


પણ તમારું ભલું થાય ત્યારે મને જરૂર યાદ કરજો અને મારા પર દયા રાખજો. વળી, ફેરોને મારી વાત કરીને મને આ જેલમાંથી છોડાવજો.


સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી.


મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.”


તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે.


તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે.


દગાખોરે ટોળાને નિશાની આપી હતી: “જે માણસને હું ચુંબન કરું તે જ તે માણસ હશે. તેને પકડી લેજો અને ચોક્સાઈથી લઈ જજો.”


અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે.


પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


મને વચન આપો કે તમે મારા પિતાને, મારી માને, મારા ભાઈઓને, મારી બહેનોને અને તેમનાં સર્વ કુટુંબકબીલાનો જીવ બચાવશો અને અમને મારી નાખશો નહિ.”


તારે આ પ્રમાણે કરવાનું રહેશે: તમારા દેશ પર અમે આક્રમણ કરીએ ત્યારે તેં અમને જે બારીમાંથી ઉતાર્યા છે તેમાં આ ઘેરા લાલ રંગનું દોરડું બાંધજે; અને તારા પિતાને, તારી માને, તારા ભાઇઓને અને તારા પિતાના સમસ્ત કુટુંબને તારા આ ઘરમાં એકઠાં કરી રાખજે.


જો કોઈ તારા ઘરમાંથી બહાર શેરીમાં જાય, તો તેના ખૂનનો દોષ તેને શિર રહેશે; એમાં અમારો દોષ ગણાશે નહિ; પણ તારી સાથેનાં ઘરમાંનાં કોઈને કંઈ ઇજા પહોંચે તો તેના ખૂનનો દોષ અમારે શિર રહે.


જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.”


યહોશુઆએ ગિબ્યોનના લોકો સાથે મિત્રતાનો કરાર કર્યો અને તેમને જીવતા રહેવા દીધા. ઇઝરાયલી સમાજના આગેવાનોએ એ કરાર પાળવા સમય ખાધા.


જાસૂસોએ એક માણસને નગર છોડીને જતો જોયો. તેમણે તેને કહ્યું, “તું અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ, તો અમે તને કંઈ ઈજા પહોંચાડીશું નહિ.”


દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan