Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:26 - પવિત્ર બાઇબલ C.L.

26 અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલનો સમાવેશ થતો હતો. પશ્ર્વિમ તરફ તે સરહદ ર્કામેલ અને શિહોર-લિબ્નાથ સુધી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો. પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:26
15 Iomraidhean Croise  

હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.”


તેથી આહાબે સર્વ ઇઝરાયલીઓને અને બઆલના સંદેશવાહકોને ર્કામેલ પર્વત પર એકઠા કર્યા.


આહાબ જમવા ગયો ત્યારે એલિયા ર્કામેલ પર્વતના શિખર પર ચઢી ગયો અને પોતાના ઘૂંટણો વચ્ચે માથું રાખી જમીન પર નમી પડયો.


એલિશા ર્કામેલ પર્વત સુધી ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો.


આશેરના કુળપ્રદેશમાં: માશાલ, આબ્દોન,


તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે.


દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.


જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે.


માઓન, ર્કામેલ, ઝીફ અને યૂટ્ટા;


તેમની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ,


તે સરહદ પૂર્વ તરફ ફંટાઈને બેથ-દાગોન ગઈ અને ઝબુલૂન તથા યફતાએલની ખીણને સ્પર્શીને ઉત્તરમાં બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી. આગળ વધીને તે ઉત્તર તરફ કાબૂલ,


આશેરના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: મિશાલ, આબ્દોન,


બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan