Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી યહોશુઆએ ઇઝરાયલી લોકોને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલ આ દેશનો કબજો લેવામાં હજી તમે ક્યાં સુધી રાહ જોશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોશુઆએ ઇઝરાયલના લોકોને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના પ્રભુ, યહોવાહે તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આથી યહોશુઆએ તેમને કહ્યું, “યહોવા તમાંરા પૂર્વજોના દેવે તમને આપેલી જમીન કબ્જે કરવાના સબંધમાં ક્યાં સુધી તમે આળસુ બની રહેવાનું ચાલુ રાખશો?

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:3
15 Iomraidhean Croise  

આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!


સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો, તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેમને પૂછયું, ’આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો?’ તેમણે જવાબ આપ્યો,


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.


યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે.


પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં.


તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો મારી પાસે લાવો. હું તેમને આખા દેશમાં જઈને મોજણી કરવા અને પ્રત્યેક કુળ કયા પ્રદેશમાં વસવાટ કરશે તેનું વિગતવાર વર્ણન લખી લાવવા મોકલીશ. તે પછી તેઓ મારી પાસે પાછા આવે.


તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો!


Lean sinn:

Sanasan


Sanasan