Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યહોશુઆએ તેમને માટે પાસાં નાખીને પ્રભુની સલાહ પૂછી અને ઇઝરાયલનાં બાકી રહેલાં કુળોમાંથી પ્રત્યેક કુળને દેશનો અમુક ભાગ ફાળવી આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યહોશુઆએ તેઓને માટે શીલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી; અને ત્યાં યહોશુઆએ ઇઝરાયલીઓને, તેઓના હિસ્‍સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:10
24 Iomraidhean Croise  

એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી.


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


તેમણે જ અમારા વસવાટ માટે વચનનો પ્રદેશ પસંદ કર્યો, પોતાના વહાલા અને અમારા પૂર્વજ યાકોબના ગૌરવી વારસાનો દેશ અમને વતન તરીકે આપ્યો. (સેલાહ)


હે ઈશ્વર, તમે મારી માનતાઓ સાંભળી છે; તમારા ભક્તોને મળતો વારસો તમે મને આપ્યો છે.


જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે.


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


એ તમારી કાયમી સંપત્તિ થશે. તમે જમીનની વહેંચણી કરો ત્યારે તમારી મધ્યે વસતા પરદેશીઓ અને તેમને અહીં જે બાળકો થયાં છે તેમને પણ તમારે જમીનની વહેંચણીમાં ભાગ આપવો. તેમને પણ જાતભાઈઓ એટલે ઇઝરાયલીઓ જેવા ગણવા અને તેમને પણ ઇઝરાયલનાં કુળોની સાથે ચિઠ્ઠીઓ નાખી જમીનની વહેંચણી કરવી.


પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.”


એ માટે જ્યારે પ્રભુના લોકોને તેમનો પ્રદેશ પાછો સોંપવાનો સમય આવશે ત્યારે તેમાં તમારો કંઈ લાગભાગ હશે નહિ.


પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર એલાઝાર તથા નૂનનો પુત્ર યહોશુઆ ભૂમિના વારસાની વહેંચણી કરશે.


તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં.


તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે.


કનાન દેશમાં વસતી સાત પ્રજાઓનો તેમણે નાશ કર્યો અને લગભગ ચારસો પચાસ વર્ષ સુધી પોતાના લોકોને તે પ્રદેશ વારસા તરીકે આપ્યો.


તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલી લોકોએ દેશ વહેંચી લીધો.


સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો.


એ સાત વિભાગનું મારી પાસે વર્ણન લખી લાવો. પછી હું પાસા નાખીને તમારે માટે આપણા ઈશ્વર પ્રભુની સલાહ મેળવીશ.


એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.”


પછી એ માણસો આખા દેશમાં ફરી વળ્યા અને દેશને સાત ભાગમાં વહેંચી દઈ નગરોની યાદી સહિતનું વર્ણન પુસ્તકમાં લખી નાખ્યું. પછી તેઓ શીલોની છાવણીમાં યહોશુઆ પાસે ગયા.


એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી.


દેશમાં બાકી રહી ગયેલી પ્રજાઓ તથા જે પ્રજાઓને મેં જીતી લીધી તેમનો, પૂર્વમાં યર્દનથી માંડીને પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધીનો સમગ્ર પ્રદેશ મેં તમારાં કુળોને વસવાટ માટે ફાળવી આપ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan