Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શીલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા, ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો; અને આખો દેશ તેમની આગળ કબજે થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:1
26 Iomraidhean Croise  

ઇજિપ્તમાંથી મેં મારા લોકને મુક્ત કર્યા ત્યારથી આજ દિવસ સુધી હું મંદિરમાં વસ્યો નથી. મંડપમાં અને તંબૂમાં વસીને હું મુસાફરી કરતો રહ્યો છું.


યરોબામે પોતાની પત્નીને કહ્યું. “તને કોઈ મારી પત્ની તરીકે ઓળખી જાય નહિ તે માટે વેશપલટો કરીને શીલો જા. ત્યાં, હું ઇઝરાયલનો રાજા બનીશ એવું ભવિષ્ય ભાખનાર સંદેશવાહક અહિયા રહે છે.


તેથી તે સ્ત્રી વેશપલટો કરીને શીલોમાં અહિયાને ઘેર ગઈ. વૃદ્ધાવસ્થાને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી હોવાથી તે જોઈ શક્તો નહોતો.


પછી શલોમોને અબ્યાથારને પ્રભુની સમક્ષ યજ્ઞકાર તરીકેની તેની સેવામાંથી તેને કાઢી મૂક્યો. એમ યજ્ઞકાર એલી તથા તેના વંશજો વિષે પ્રભુએ શીલોમાં જે કહ્યું હતું તે પૂરું થયું.


એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી.


શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો.


તેમણે શત્રુઓને મારીને નસાડી દીધા; સદાને માટે તેમને પરાજયથી લજ્જિત કર્યા.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


“તને તો મૃત્યુદંડ જ ઘટે! શા માટે પ્રભુને નામે તેં એવું કહ્યું કે શિલોહની જેમ આ મંદિરનો વિનાશ થશે અને આ નગર નિર્જન ખંડેર બનશે?” એ પછી બધા લોકો યર્મિયાને પ્રભુના મંદિરમાં ઘેરી વળ્યા.


શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા.


ત્યાર પછી તમે પાછા આવી શકશો. કારણ, તમે પ્રભુ અને તમારા ઇઝરાયલી લોકો પ્રત્યેની જવાબદારી અદા કરી ગણાશે અને પ્રભુ સમક્ષ યર્દનની પૂર્વનો આ પ્રદેશ તમારી માલિકીનો થશે.


પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા, અને ઈશ્વરે જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવિદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો.


પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં.


એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.”


એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી.


કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.”


ઇઝરાયલી લોકોએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શીલોમાં આખો સમાજ પૂર્વ તરફનાં કુળો સામે યુદ્ધ કરવા એકઠો થયો.


તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો.


આમ, રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકો પોતાને ઘેર પાછા ગયા. કનાન દેશના શીલોમાં બાકીના ઇઝરાયલી લોકોની તેમણે વિદાય લીધી અને મોશે દ્વારા પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કબજે કરેલા ગિલ્યાદ પ્રદેશમાં એટલે પોતાના વસવાટના પ્રદેશમાં જવા ઉપડયા.


પ્રભુનો મુલાકાતમંડપ શિલોમાં રહ્યો ત્યાં સુધી મિખાની મૂર્તિ ત્યાં દાનમાં કાયમ રહી.


યાબેશ-ગિલ્યાદમાંથી તેમને ચારસો જુવાન કુંવારિકાઓ મળી આવી, તેથી તેઓ તેમને કનાન દેશમાં આવેલા શીલોમાં લઈ આવ્યા.


પછી તેમણે વિચાર કર્યો, “હવે નજીકના સમયમાં જ શીલોમાં પ્રભુનું વાર્ષિક પર્વ આવી રહ્યું છે.” (શીલો તો બેથેલની ઉત્તરે, લબાનોનની દક્ષિણે અને બેથેલ તથા શખેમ વચ્ચેના રસ્તાની પૂર્વ તરફ આવેલું છે.


તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો.


એલ્કાના દર વર્ષે પોતાના નગરથી ‘યાહવે-સબાયોથ’ એટલે સેનાધિપતિ પ્રભુની ભક્તિ કરવા અને બલિ ચઢાવવા શીલો જતો. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફિનહાસ પ્રભુના યજ્ઞકારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan