Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:15 - પવિત્ર બાઇબલ C.L.

15 યહોશુઆએ જવાબ આપ્યો, “તમારી વસ્તી વધારે હોય અને એફ્રાઈમનો પહાડીપ્રદેશ તમને નાનો પડતો હોય તો જંગલમાં જાઓ અને ત્યાં પરિઝ્ઝીઓ અને રફાઈઓની જમીનમાં વૃક્ષો કાપી નાખીને તમારે માટે જગા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યહોશુઆએ તેઓને કહ્યું, “જો તું એક મોટી પ્રજા હો, તો જંગલમાં જા, ને ત્યાં પરિઝીઓની તથા રફાઈઓની ભૂમિમાં પોતાને માટે ઝાડ કાપી નાખીને [જગા કર] ; કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તારે માટે બહુ જ સાંકડો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:15
12 Iomraidhean Croise  

તેથી અબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. તે સમયે કનાનમાં કનાની અને પરિઝી લોકો વસતા હતા.


ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા તેના મિત્ર રાજાઓએ પોતાનાં લશ્કરો લઈને આશ્તરોથ- કારનાઇમના પ્રદેશના રફીઓને, હામના પ્રદેશના ઝુઝીઓને, શાવે-કિર્યાથાઈમ પ્રદેશના એમીઓને


હિત્તીઓ, પરિઝીઓ, રફીઓ,


દાવિદનું લશ્કર રણક્ષેત્રમાં ગયું અને તેમણે એફ્રાઈમના જંગલમાં ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કર્યું.


પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો.


પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો.


એ બનાવો પછી ઇઝરાયલી લોકોના આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ આસપાસના દેશોના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તીઓ અને અમોરીઓનાં ઘૃણાપાત્ર આચરણો પ્રમાણે વર્તે છે.


તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ.


પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.


યોસેફના વંશજોએ યહોશુઆને કહ્યું, “પ્રભુએ અમને આજ દિન સુધી આશિષ આપી છે અને તેથી અમારી વસ્તી ઘણી થઈ છે; તેમ છતાં તેં અમને એક જ હિસ્સો - એક જ પ્રદેશ આપ્યો છે.”


તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”


હવે મિખા નામે એક માણસ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં વસતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan