Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઇસ્સાખાર અને આશેરના કુળપ્રદેશોમાં મનાશ્શાની હસ્તક બેથ-શેઆન તથા યિબ્લઆમ અને તેમની આસપાસનાં ગામ તેમ જ દરિયાકિનારે આવેલું દોર, એનદોર, તાઅનાખ, મગિદ્દો અને એમની આસપાસના વસવાટો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેનાં ગામ, ને યિબ્લામ ને તેનાં ગામ, ને દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેનાં ગામના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:11
22 Iomraidhean Croise  

(તેઓ તે હાડકાં બેથશાનના જાહેર ચોકમાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆ પર્વત પર મારી નાખ્યો હતો તે દિવસે તેમણે તેમના શબ ત્યાં લટકાવ્યાં હતાં.)


શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો.


જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો.


પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાં તેમને આનેર અને બિલહામ નગરો અને તેમની આસપાસનાં ગૌચરો આપવામાં આવ્યાં.


બેથ-શાન, તાનાખ, મગિદ્દો અને દોર તથા તેમની આસપાસનાં નગરો પર મનાશ્શાના વંશજોનું નિયંત્રણ હતું. ઇઝરાયલના પુત્ર યોસેફના વંશજો એ બધાં સ્થળોમાં વસ્યા.


પણ યોશિયા લડાઈ લડી લેવા મક્કમ હતો. ઈશ્વર નખો રાજા દ્વારા જે કહેતા હતા તે સાંભળવાનો તેણે નકાર કર્યો અને તે છુપાવેશે મગિદ્દોના મેદાનમાં લડવા ગયો.


તમે તેમને એન-દોર પાસે હરાવીને માર્યા હતા, અને તેમનાં શબ ભૂમિ પર ખાતરની જેમ પથરાયાં હતાં.


પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.”


તે સમયે મગિદ્દોના મેદાનમાં હદાદરિમ્મોન માટે થયેલા વિલાપ જેવો વિલાપ યરુશાલેમમાં થશે.


તેમજ ઉત્તરના પહાડીપ્રદેશના, ગાલીલ સરોવરની દક્ષિણે યર્દનની ખીણપ્રદેશના, તળેટીના પ્રદેશના અને દોર નજીકના દરિયાકિનારાના રાજાઓને સંદેશો મોકલ્યો.


તાઅનાખનો રાજા, મગિદ્દોનો રાજા,


સમુદ્રકાંઠા પરના દોરનો રાજા. ગાલીલમાં આવેલા ગોઈમનો રાજા,


વળી, મનાશ્શાનાં કુળપ્રદેશમાં આવેલાં કેટલાંક નગરો અને ગામો પણ એફ્રાઈમના વંશજોને મળ્યાં.


એફ્રાઈમનો કુળપ્રદેશ દક્ષિણમાં હતો અને મનાશ્શાનો કુળપ્રદેશ ઉત્તરમાં હતો; ભૂમધ્ય સમુદ્ર તે બન્‍નેની પશ્ર્વિમની સરહદ હતી. આશેરનો કુળપ્રદેશ વાયવ્યમાં અને ઇસ્સાખારનો કુળપ્રદેશ ઇશાનમાં હતો.


તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”


મનાશ્શાના કુળે બેથ-શેઆન, તાઅનાખ, દોર, ઈબ્બીમ, મગિદ્દો અને એ નગરોની આસપાસનાં તેમનાં ગામોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કનાનીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું.


મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.


પછી શાઉલે તેના અમલદારોને હુકમ કર્યો, “પ્રેતાત્માનો સંપર્ક સાધી શકે એવી કોઈ સ્ત્રી મને શોધી આપો કે જેથી હું તેને જઇને પૂછી શકું.” તેમણે જવાબ આપ્યો, “એવી એક સ્ત્રી એનદોરમાં છે.”


પછી તેમણે તેમનું બખ્તર લઈને આશ્તારોથ દેવીના મંદિરમાં મૂકાયું અને તેમનાં શબ બેથશાન શહેરના કોટ પર જડી દીધાં.


તેમણે કોટ પરથી શાઉલ તથા તેના પુત્રનો મૃતદેહ ઉતારી લઈને તેમને યાબેશ લાવીને ત્યાં બાળી દીધા.


Lean sinn:

Sanasan


Sanasan