Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્‍નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્‍નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તે સીમા હિન્‍નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ; અને તે સીમા હિન્‍નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે ત્યાં સુધી તે સીમા ગઈ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:8
17 Iomraidhean Croise  

પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો.


પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો.


યોશિયા રાજાએ હિન્‍નોમ ખીણમાં આવેલા વિધર્મી પૂજાસ્થાન તોફેથને પણ ભ્રષ્ટ કર્યું; જેથી કોઈ પોતાના પુત્રનું કે પુત્રીનું મોલેખ દેવતાને અગ્નિમાં બલિ ન ચઢાવે.


દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા.


અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા.


ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્‍નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો.


ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે.


પછી પ્રભુએ યર્મિયાને તોફેથમાં જ્યાં સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો ત્યાંથી તે પાછો આવ્યો; અને તેણે પ્રભુના મંદિરમાં ઊભા રહીને બધા લોકોને જણાવ્યું.


ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.


તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે. જ્યારે આ સ્થળ ‘તોફેથ’ કે ‘હિન્‍નોમની ખીણ’ નહિ, પણ ‘ક્તલની ખીણ’ કહેવાશે.


પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે.


ત્યાંથી તે હિન્‍નોમની ખીણ સામે આવેલા પર્વતની તળેટી સુધી રફાઈમની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. પછી તે સરહદ દક્ષિણ તરફ હિન્‍નોમની ખીણમાં થઈને યબૂસી-કરાડની દક્ષિણે એન-રોગેલ સુધી ગઈ.


સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.


પણ બિન્યામીનના કુળના લોકોએ યરુશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢયા નહિ, અને ત્યારથી માંડીને યબૂસીઓ ત્યાં બિન્યામીનના લોકો સાથે રહેતા આવ્યા છે.


યહૂદાના માણસોએ યરુશાલેમ પર હુમલો કરી તેને જીતી લીધું. તેમણે ત્યાંના લોકોમાં ક્તલ ચલાવી અને શહેરને આગ ચાંપી.


પણ પેલો માણસ ત્યાં રાત રહેવા ઇચ્છતો નહોતો, તેથી તે તથા તેની ઉપપત્ની પોતાને રસ્તે પડયાં. તેમની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. જ્યારે તેઓ યબૂસ (એટલે યરુશાલેમ) પહોંચ્યાં ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી નોકરે પોતાના માલિકને કહ્યું, “આપણે આ યબૂસીઓના નગરમાં જ રાત રોકાઈ જઈશું?”


Lean sinn:

Sanasan


Sanasan