Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તે સીમા ત્યાંથી આખોરની ખીણમાં થઈને દબીર સુધી અને ઉત્તરમાં ગિલ્ગાલ તરફ વળી. જ્યાં તે ખીણની દક્ષિણ બાજુમાં આવેલા અદુમ્મીસના ઘાટ સામે છે. તે સીમા ત્યાંથી એન-શેમેશનાં ઝરણાં સુધી ગઈ અને એન-રોગેલ આગળ બહાર નીકળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:7
13 Iomraidhean Croise  

અબ્યાથારનો પુત્ર યોનાથાન અને સાદોકનો પુત્ર અહિમાસ યરુશાલેમના સીમાડે એનરોગેલ ઝરા પાસે છુપાઈ રહેતા હતા. જે કંઈ બની રહ્યું હોય તે વિષે એક દાસી નિયમિત રીતે જઈને તેમને જણાવતી. પછી તેઓ જઈને તે દાવિદ રાજાને જણાવતા. કારણ, તેઓ શહેરમાં પ્રવેશીને લોકોની નજરે પડવા માંગતા નહોતા.


એક દિવસે અદોનિયાએ એન-રોગેલના ઝરણા નજીક ઘેટાં, બળદો અને માતેલા વાછરડાનું અર્પણ કર્યું. તેણે દાવિદ રાજાના અન્ય પુત્રો અને યહૂદિયામાં વસતા રાજાના સર્વ અમલદારોને એ યજ્ઞની મિજબાનીમાં નિમંત્રણ આપ્યું હતું.


મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે.


તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’


એ પછી યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો ગિલ્ગાલની છાવણીમાં પાછા ફર્યા.


ત્યાંથી જઈને તેણે દબીરના રહેવાસીઓ પર હુમલો કર્યો. (દબીરને પહેલાં કિર્યાથ-સેફેર કહેતા હતા).


ત્યાંથી તે બેથ-હોગ્લા સુધી પહોંચી અને ઉત્તર બાજુએ બેથ-અરાબા તરફ આગળ વધી અને ત્યાંથી રૂબેનના પુત્ર બોહાનની શિલા તરફ ગઈ.


ત્યાંથી તે ઉત્તર તરફ વળીને એન-શેમેશ અને પછી અદુમ્મીના ઘાટની સામે ગલીલોથ સુધી ગઈ. તે સરહદ ત્યાંથી ‘બોહાનની શિલા’ સુધી નીચે ઊતરી. (બોહાન તો રૂબેનનો પુત્ર હતો.)


લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી.


પછી યહોશુઆ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ ઝેરાના વંશજ આખાનને, રૂપું, જામો, સોનાની લગડી, તેના દીકરા-દીકરીઓ, તેના આખલા, તેનાં ગધેડાં, તેનાં ઘેટાં, તેનો તંબુ અને તેના સર્વસ્વને લઈને આખોરની ખીણમાં ગયા.


તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.


Lean sinn:

Sanasan


Sanasan