એઝાને ચાર પુત્રો હતા: યેથેર, મેરેદ, એફેર અને યાલોન. મેરેદે ઇજિપ્તના રાજાની પુત્રી બિથ્યા સાથે લગ્ન કર્યું હતું. તેમને મિર્યામ નામે પુત્રી તથા શામ્માય અને યિશ્બા એ બે પુત્રો હતા. યિશ્બાએ એશ્તેમોઆ નગરની સ્થાપના કરી. મેરેદે યહૂદાના કુળની એક સ્ત્રી સાથે પણ લગ્ન કર્યું હતું. તેમને ત્રણ પુત્રો હતા; મેરેદે, જેણે ગેદોર નગરની સ્થાપના કરી હતી; હેબેર, જેણે સોખો નગર સ્થાપ્યું હતું; અને યકૂથીએલ, જેણે ઝાનોઆ નગર બાંધ્યું હતું.