Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 14:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ મારી સાથે આવેલા માણસોએ લોકોને ગભરાવી મૂક્યા હતા. છતાં હું તો મારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરી નિષ્ઠાથી આધીન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા, તેઓએ લોકોનાં મન શિથિલ કરી નાખ્યાં, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આ નુસાર વર્ત્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવાહ મારા પ્રભુને અનુસર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું એક પ્રમાંણિક અહેવાલ લાવ્યો, પણ માંણસો જે માંરી સાથે આવ્યા હતાં, તેઓએ લોકોને તેમના અહેવાલ વડે નિરૂસ્તાહ કર્યા. પણ હું માંરા યહોવા દેવમાં શ્રદ્ધા રાખી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 14:8
8 Iomraidhean Croise  

પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, “આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”


આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા.


માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.


માત્ર કનિઝ્ઝી યફુન્‍નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જ તેમાં પ્રવેશશે; કારણ, તેઓ પ્રભુને હૃદયની પૂરી નિષ્ઠાથી અનુસર્યા હતા.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


માત્ર યફુન્‍નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે.


આજે પણ તે નગર કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબના વંશજોના હસ્તક જ છે; કારણ, કાલેબ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને પૂરી નિષ્ઠાથી આધીન થયો હતો.


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


Lean sinn:

Sanasan


Sanasan