Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 14:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હવે યોસેફના વંશજોનું બે કુળમાં, એટલે મનાશ્શા અને એફ્રાઈમમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વળી, મોશેએ લેવીવંશજોને તો કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. એને બદલે, વસવાટ માટે તેમને નગરો આપવામાં આવ્યાં, અને તેમનાં ઢોરઢાંક અને ઘેટાંબકરાં માટે એ નગરોનાં ગોચરની જમીન આપવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે યૂસફપુત્રોનાં બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ; અને વસવાને માટે નગરો, તથા તેઓનાં ઢોરઢાંક તથા તેઓની માલમિલકતને માટે પરાં, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યૂસફનાં ખરેખર બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઇમ. પણ તેઓને રહેવાને માટે અમુક નગરો, જાનવર તથા તેઓની માલમિલકત અને તે સિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ વારસા તરીકે આપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યૂસફના વંશજો બે કુળસમૂહોમાં વહેંચાયેલા હતા: મનાશ્શા અને એફ્રાઈમ. તેઓમાંના દરેકે થોડી જમીન મેળવી. પણ લેવીઓને જમીનનો કોઈ ભાગ ન મળ્યો. રહેવા અને તેમનાં ઢોરઢાંખર માંટે, તેઓએ અમુક શહેરો અને તેમના ખેતરો મેળવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 14:4
13 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું.


તેણે એમ પણ કહ્યું, “મારા સંકટના દેશમાં ઈશ્વરે મને ફળવંત કર્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એફ્રાઈમ (બેવડી વૃદ્ધિ) પાડયું.


યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા.


થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.


હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે.


એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે.


હિઝકિયા રાજાએ ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને સંદેશો પાઠવીને તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શાનાં કુળોને પત્રો પાઠવીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના સન્માન અર્થે પાસ્ખાપર્વ ઉજવવા યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવવા આમંત્રણ મોકલ્યું.


યોસેફના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમ તેમનાં કુળ પ્રમાણે:


યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan