Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 14:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હવે પહેલાં હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું. તે [આર્બા તો] અનાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હવે હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું. આર્બા તો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયાં. શાંતિનો પ્રસાર થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ પહેલા હેબ્રોન કિર્યાથ-આર્બા તરીકે જણીતું હતું. આર્બા અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો. ત્યારે તે પ્રદેશમાં શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 14:15
16 Iomraidhean Croise  

સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.


યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા.


તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.


વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ,


ઘણા લોકો પોતાનાં ખેતરોની નજીકનાં નગરોમાં રહ્યા. જેઓ યહૂદાના કુળના હતા તેઓ કિર્યાથઆર્બા, દિબોન અને યકાબ્સએલ તથા તેમની આસપાસનાં ગામોમાં વસ્યા.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.


આજે પણ તે નગર કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબના વંશજોના હસ્તક જ છે; કારણ, કાલેબ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને પૂરી નિષ્ઠાથી આધીન થયો હતો.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


તેમને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલ કિર્યાથ-આર્બા (આર્બા તો અનાકનો પિતા હતો), જે હાલ હેબ્રોન કહેવાય છે તે તેની આસપાસનાં ગૌચર સહિત આપવામાં આવ્યું.


જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં.


મોશેના ફરમાન પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું હતું. કાલેબે તે નગરમાંથી અનાકના વંશમાં ઊતરી આવેલા ત્રણ ગોત્રોને હાંકી કાઢયાં હતાં.


દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. પછી કનાઝનો પુત્ર ઓથ્નીએલ મૃત્યુ પામ્યો.


એ દિવસે ઇઝરાયલીઓએ મોઆબીઓને હરાવ્યા, અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


આમ, મિદ્યાનીઓ ઇઝરાયલીઓને તાબે થયા અને ફરી તેમણે માથું ઊંચકાયું નહિ. ગિદિયોન મરણ પામ્યો ત્યાં સુધી દેશમાં ચાલીસ વર્ષ શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan