યહોશુઆ 14:13 - પવિત્ર બાઇબલ C.L.13 યહોશુઆએ યફૂન્નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો. Faic an caibideil |
યહોશુઆએ તેમને આશિષ આપીને તેમને ઘેર વિદાય કર્યા અને તે વખતે તેણે તેમને આ વચનો કહ્યાં, “તમે બહુ સમૃદ્ધ થઈને એટલે પુષ્કળ ઢોરઢાંક, રૂપું, સોનું, તાંબુ, લોખંડ અને વસ્ત્રોનો મોટો ભંડાર લઈને તમારે ઘેર જાઓ છો. તો તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમારા કુળના સાથીબધુંઓને પણ આપજો.” પછી તેઓ પોતપોતાને ઘેર જવા વિદાય થયા. મનાશ્શાના અર્ધાકુળને યર્દનની પૂર્વ તરફ મોશેએ પ્રદેશ આપ્યો હતો; પણ તેના બાકીના અર્ધાકુળને યહોશુઆએ અન્ય કુળોની સાથે સાથે યર્દનની પશ્ર્વિમ તરફ પ્રદેશ આપ્યો હતો.