Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી [જે ભૂમિ] કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્વીઓના પ્રદેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:3
18 Iomraidhean Croise  

હામના પુત્રો: કુશ, મિસરાઈમ, પુટ અને કનાન.


એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો.


તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા.


સમુદ્રમાર્ગે શીહોરનું અનાજ આવતું અને ઇજિપ્તના નાઇલના પ્રદેશમાં થતા મબલક પાકમાંથી તમે નફો મેળવતા. તૂર તો દેશવિદેશનું વ્યાપારી કેન્દ્ર બની ગયું હતું!


હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે?


એમજ આવ્વી લોકો પહેલાં ભૂમધ્ય સમુદ્રના કાંઠા પાસેના પ્રદેશમાં દક્ષિણે છેક ગાઝા નગર સુધી વસતા હતા. પણ ક્રીત ટાપુથી આવેલા કાફતોરી લોકોએ તેમનો વિનાશ કર્યો અને તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.)


છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.


પલિસ્તીયાના પાંચ રાજાઓએ દલીલા પાસે જઈને તેને કહ્યું, “તું શિમશોનને પટાવીને પૂછી લે કે તે આટલો બળવાન શાને કારણે છે. જેથી અમે તેને હરાવીને બાંધી દઈએ અને તેને નિ:સહાય બનાવી દઈએ. અમારામાંથી પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.”


દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.


પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા.


તેથી તેમણે કરારપેટીને એક્રોન નગરમાં મોકલી. તે ત્યાં પહોંચતા, લોકોએ બૂમ પાડી, “આપણને મારી નાખવાને તેઓ ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી અહીં લાવ્યા છે.”


તેથી તેમણે સંદેશકો મોકલીને પલિસ્તીઓના બધા રાજવીઓને એકત્ર કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટીનું હવે આપણે શું કરીશું?” તેમણે કહ્યુ, “તેને ગાથમાં લઈ જાઓ.”


તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan