Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:13 - પવિત્ર બાઇબલ C.L.

13 છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તોપણ ઇઝરાયલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનમાંથી કાઢી મૂક્યા નહિ; પરંતુ ગશૂરીઓ ને માખાથીઓ આજ સુધી ઇઝરાયલ ભેગા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:13
13 Iomraidhean Croise  

ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


કિલ્યાબ, જેની માતા ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની માતા ગેશૂરના રાજા તાલ્માઈની પુત્રી માખા હતી;


જો તમે તે દેશના વતનીઓને નહિ હાંકી કાઢો, તો જેઓ બાકી રહી જશે તેઓ તમારી આંખમાં કણીની જેમ અને તમારા પડખામાં કાંટાની જેમ ખૂંચશે અને તમને હંમેશા પરેશાન કરશે.


(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).


તેના રાજ્યમાં હેર્મોન પર્વત, સાલખા અને છેક ગશૂર અને માઅખાની સરહદ સુધીનો સમગ્ર બાશાનનો પ્રદેશ તેમજ હેશ્બોનના રાજા સિહોનના રાજ્યની સરહદ સુધી અર્ધા ગિલ્યાદનો સમાવેશ થતો હતો.


એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.


આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.


મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.


એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan