Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:11 - પવિત્ર બાઇબલ C.L.

11 એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ગિલ્યાદ ને ગશૂરીઓ તથા માખાથીઓની હદ, ને આખો હેર્મોન પર્વત, ને સાલખા સુધી આખો બાશાન;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:11
13 Iomraidhean Croise  

પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.


ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.


ગાદનું કુળ રૂબેનના પ્રદેશની ઉત્તરે, બાશાનના પ્રદેશમાં પૂર્વમાં છેક સાલખા લગી રહેતા હતા.


“જો ગાદ અને રૂબેન કુળના લોકો શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગીને પ્રભુ સમક્ષ લડવાને તમારી સાથે આવે અને જો તે દેશનો કબજો તમને મળે તો તમારે તેમને ગિલ્યાદનો પ્રદેશ વતન તરીકે આપવો.


આપણે બાશાનના રાજા ઓગનો સમગ્ર વિસ્તાર, ઉચ્ચપ્રદેશનાં સર્વ નગરો, ગિલ્યાદ અને પૂર્વ દિશામાં સાલખા અને એડ્રેઈ નગરો સુધીનો બાશાનનો પૂરો વિસ્તાર જીતી લીધો.


વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો.


તે છેક આમ્મોનીઓની સરહદ સુધી વિસ્તરેલો હતો અને અગાઉ હેશ્બોનમાં રહીને રાજ કરનાર સિહોન રાજાના શાસન હેઠળનાં બધાં નગરોનો એમાં સમાવેશ થઈ જતો હતો.


એ પ્રદેશ આ પ્રમાણે છે: પલિસ્તીયા અને ગશૂરનો પ્રદેશ, તેમ જ દક્ષિણમાં આવ્વીઓનો સમગ્ર પ્રદેશ.


તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.


આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા;


બીજા કેટલાક યર્દન નદી ઓળંગીને ગાદ અને ગિલ્યાદના પ્રદેશોમાં જતા રહ્યા. શાઉલ હજુ ગિલ્ગાલમાં હતો અને તેની સાથેના લોકો ભયથી કાંપતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan