Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એક તો હેશ્બોનમાં રહીને રાજ કરતો અમોરી રાજા સિહોન હતો. તેના રાજ્યમાં અર્ધા ગિલ્યાદનો, એટલે, આર્નોનની ખીણને કિનારે આવેલ અરોએરથી એ ખીણની મધ્યમાં આવેલા શહેરમાં* થઈને છેક યાબ્બોક નદી એટલે આમ્મોનીઓની સરહદ સુધી સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એટલે અમોરીઓનો રાજા સિહોન કે જે હેશ્બોનમાં રહેતો હતો, અને જેનો અમલ આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી, તથા ખીણની મધ્યેના શહેર તથા અર્ધા ગિલ્યાદથી માંડીને, તે આમ્‍મોનપુત્રોની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:2
12 Iomraidhean Croise  

તે રાત્રે ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ અને અગિયાર બાળકોને લઈને યાબ્બોક નદી પાર કરી.


અને શેમાનો પુત્ર આહાઝનો પુત્ર બેલા. તેઓ અરોએરમાં તેમ જ ત્યાંથી ઉત્તરમાં નબો અને બઆલમેઓન સુધીના વિસ્તારમાં રહેતા હતા.


તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.


એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા.


હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો.


હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.


આમ્મોનના રાજાએ યફતાના સંદેશકોને જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમણે આર્નોન નદીથી માંડીને યાબ્બોક નદી તેમજ યર્દન નદી સુધીનો મારો પ્રદેશ પચાવી પાડયો છે. હવે તમારે મને તે પ્રદેશ શાંતિપૂર્વક પાછો આપી દેવો જોઈએ.”


તેમણે દક્ષિણે આર્નોનથી ઉત્તરે યાબ્બોક અને પૂર્વમાં રણપ્રદેશથી પશ્ર્વિમે યર્દન સુધીનો અમોરીઓનો આખો પ્રદેશ કબજે કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan