Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયલી લોકોએ તેઓનો દેશ, એટલે યર્દનની પેલે પાર, સૂર્યોદય તરફ, આર્નોની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો [દેશ] તથા પૂર્વ તરફનો આખો અરાબા, કબજે કરી લીધો, તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:1
24 Iomraidhean Croise  

ઉરીનો પુત્ર ગેબેર: ગિલ્યાદનો પ્રદેશ. આ પ્રદેશ પર અગાઉ અમોરીઓના રાજા સિહોને અને બાશાનના રાજા ઓગે રાજ કર્યું હતું. આ બાર ઉપરાંત સમગ્ર દેશ પર એક રાજ્યપાલ હતો.


એવી એક્તા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે.


તેમનો પ્રદેશ તેમણે ઇઝરાયલને વારસા તરીકે આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.


ત્યાંથી તેઓ આગળ ચાલ્યા અને આર્નોન નદીની ઉત્તર બાજુએ, અમોરીઓની સરહદ સુધી જતા રણપ્રદેશમાં પડાવ નાખ્યો. આર્નોન નદી મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ હતી.


ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો:


પણ ઇઝરાયલીઓએ દુશ્મનોની ક્તલ ચલાવી અને આર્નોન નદીથી ઉત્તરે યાબ્બોક નાળા સુધીનો એટલે આમ્મોનીઓની સરહદ સુધી આવેલો પ્રદેશ કબજે કરી લીધો. કારણ આમ્મોનીઓની સરહદ તો સુરક્ષિત હતીl.


અમે યર્દનની પેલે પારના પ્રદેશમાં તેમની સાથે કોઈ વારસો માંગીશું નહિ. કારણ, અહીં યર્દનને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.”


અમે શસ્ત્રસજ્જ થઈને પ્રભુ સમક્ષ યર્દન ઓળંગીને કનાન દેશમાં જઈશું. જેથી અમને યર્દન નદીના પૂર્વકાંઠાનો આ ભાગ વારસા તરીકે મળે.”


તેથી મોશેએ ગાદ અને રૂબેનના કુળોને તથા યોસેફના પુત્ર મનાશ્શાના અર્ધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે તેમનો આખો પ્રદેશ, તેનાં નગરો, આસપાસની જમીન સાથે વારસામાં આપી દીધો.


“આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો.


ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો,


“ત્યાર પછી આપણે બાશાનના પ્રદેશ તરફ ચાલી નીકળ્યા; અને બાશાનનો રાજા ઓગ પોતે તેના સર્વ સૈન્ય સાથે એડ્રેઈ નજીક આપણી સામે યુધ કરવા આવ્યો.


મોશેએ ઇઝરાયલી લોકો સમક્ષ રજૂ કરેલા નિયમો અને ફરમાનો આ છે:


તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.


ઇઝરાયલીઓએ તેમની પાસેથી કબજે કરેલો પ્રદેશ આર્નોન નદીને કિનારે આવેલા અરોએર નગરથી તે છેક ઉત્તરે સિયોન પર્વત (એટલે હેર્મોન પર્વત) સુધીનો,


તમારા ઇઝરાયલી બધુંઓ પણ તમારા ઈશ્વર પ્રભુએ તેમને યર્દનની પશ્ર્વિમમાં આપેલો પ્રદેશ કબજે કરી લે, અને તમારી જેમ તેમને પણ સહીસલામત વસવાટ પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી તમે પાછા આવીને પ્રભુના સેવક મોશેએ તમને યર્દનની પૂર્વમાં આપેલા આ પ્રદેશમાં વસવાટ કરજો.”


સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા.


વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો.


રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો.


હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ.


પછી તેઓ રણપ્રદેશમાં જ આગળ વયા અને અદોમના અને મોઆબના દેશની સરહદે ફરતે ફરીને તેઓ મોઆબની પૂર્વ તરફ આર્નોન નદીની સામેની બાજુએ પહોંચ્યા. તેમણે ત્યાં છાવણી કરી, પણ તેમણે આર્નોન નદી ઓળંગી નહિ; કારણ, એ તો મોઆબની સરહદ હતી.


Lean sinn:

Sanasan


Sanasan