Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહિ; કેમ કે કાલે આ વખતે હું ઇઝરાયલને તેઓ સર્વને મરી ગયેલાં સોંપીશ. તારે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખવી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ સૈન્યથી ગભરાઈશ નહિં. હું તમને તેઓને હરાવવા દઈશ. કાલ આ સમય સુધીમાં, તમે તે બધાને માંરી નાખ્યા હશે. તમે ઘોડાઓના પગો કાપશો અને તેઓના બધાં રથો બાળશો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:6
24 Iomraidhean Croise  

દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.


એલીશાએ જવાબ આપ્યો, “ગભરાઈશ નહિ. તેમના પક્ષે જેટલા છે તેના કરતાં આપણે પક્ષે વધારે છે.”


આવતી કાલે તેઓ સીસના ઘાટ પાસે આવે એટલે તેમના પર હુમલો કરો. યરુએલ નજીકના વેરાન પ્રદેશમાં જતી ખીણના છેડે તમને તેમનો ભેટો થશે.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે.


એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


ઇઝરાયલનાં શહેરોમાં વસનારાઓ બહાર નીકળશે. તેઓ નાની મોટી ઢાલો, ધનુષ્ય, તીર, ભાલા અને બરછીને બાળશે. તે સાત વરસ સુધી ચાલશે.


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.”


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


“તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.”


આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી.


તારે તેમના ઘોડાઓને જાંઘ નસો કાપી નાખી અપંગ બનાવી દેવાના છે અને તેમના રથોને બાળી નાખવાના છે.” તેથી યહોશુઆ અને તેના સર્વ માણસો મેરોમના વહેળા આગળ તેમના પર ઓચિંતા ત્રાટક્યા.


પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા.


યહોશુઆએ લોકોને કહ્યું, “પોતાને શુદ્ધ કરો; કારણ, આવતી કાલે પ્રભુ તમારી વચ્ચે અદ્‍ભુત કાર્યો કરશે.”


તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ.


તેમણે ગિલ્યાદ પ્રદેશના સંદેશકોને કહ્યું, “તમારા લઠોકને કહેજો કે આવતી કાલે બપોર પહેલાં તમારો બચાવ થશે.” સંદેશો સાંભળીને યાબેશના લોકો ખૂબ આનંદમાં આવી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan