Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:3 - પવિત્ર બાઇબલ C.L.

3 વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને પૂર્વ તથા પશ્ચિમના કનાનીઓને, તથા અમોરીઓને, તથા હિત્તીઓને, તથા પરિઝીઓને, તથા પહાડી પ્રદેશમાંના યબૂસીઓને, તથા મિસ્પાના પ્રાંતમાં હેર્મોનની તળેટીના હિવ્વીઓને કહેણ મોકલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:3
30 Iomraidhean Croise  

વળી લાબાને કહ્યું, “જ્યારે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર ચોક્સાઈ રાખો. તેથી તે સ્થળનું નામ તેણે ‘મિસ્પા’ (ચોકીનો બૂરજ) પણ પાડયું.


પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો.


પછી તેઓ તૂરના કિલ્લેબંધીવાળા નગરની દક્ષિણે ગયા અને ત્યાંથી હિવ્વીઓ અને કનાનીઓના સર્વ નગરોમાં ગયા અને અંતે યહૂદિયાના દક્ષિણ ભાગમાં બેરશેબા ગયા.


પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાં હુકમ ફરમાવ્યો કે રામાને કિલ્લેબંધી કરવા બાશા જે પથ્થરો અને લાકડાં વાપરતો હતો તે ઊંચકી લાવવામાં એકેએક જણ મદદ કરે; એ સામગ્રી વડે આસાએ બિન્યામીનના પ્રદેશનાં મિસ્પા અને ગેબા નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં.


ઇઝરાયલીઓએ કનાનના લોકોનો દેશ લઇ લીધો, ત્યારે જેમને મારી નાખ્યા નહોતા એવા કનાનના લોકો, એટલે અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ એ સર્વના વંશજોને શલોમોને વેઠિયા બનાવ્યા; કારણ, તેઓ ઇઝરાયલી નહોતા અને આજદિન લગી તેમના વંશજો ગુલામો તરીકે રહ્યાં છે.


એવી એક્તા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ.


હું પોતે મિસ્પામાં રહીશ અને જ્યારે જ્યારે બેબિલોનીઓ આપણી પાસે આવશે ત્યારે હું તેમની સમક્ષ તમારું પ્રતિનિધિત્વ કરીશ. પણ તમે દ્રાક્ષાસવ, ઉનાળામાં પાકેલાં ફળો અને ઓલિવ-તેલ એકત્ર કરી સંઘરી રાખજો અને જે નગરો તમે કબજે કર્યાં છે તેમાં વસવાટ કરજો.”


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


વળી, યહૂદિયાના જે લોકો ગદાલ્યા સાથે મિસ્પામાં હતા અને બેબિલોનના જે સૈનિકો ત્યાં ઉપસ્થિત હતા તે સૌનો ઇશ્માએલે સંહાર કર્યો.


અમાલેકીઓ દક્ષિણે નેગેબમાં રહે છે. હિત્તીઓ તથા યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશમાં રહે છે અને કનાનીઓ ભૂમધ્ય સમુદ્ર પાસે અને યર્દન નદીને કિનારે રહે છે.”


ઇઝરાયલીઓએ તેમની પાસેથી કબજે કરેલો પ્રદેશ આર્નોન નદીને કિનારે આવેલા અરોએર નગરથી તે છેક ઉત્તરે સિયોન પર્વત (એટલે હેર્મોન પર્વત) સુધીનો,


“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.


સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા.


પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.


એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.


ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.


દિલઆન, મિસ્પેહ,


પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે.


મિસ્પા, કફીરા, મોસા,


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.)


ઇઝરાયલનાં કુળોમાંથી મિસ્પામાં પ્રભુ સમક્ષની સભા માટે છાવણીમાં ન ગયું હોય એવું કોઈ છે કે કેમ તેની તેમણે તપાસ કરી તો માલૂમ પડયું કે યાબેશ-ગિલ્યાદમાંથી ત્યાં કોઈ આવ્યું નહોતું;


દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.


એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા.


શમુએલે લોકોને પ્રભુની સમક્ષ મિસ્પામાં એકઠા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan