Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે યહોવાએ તેઓનાં મન જડ કર્યાં હતાં, એ માટે કે તેઓ ઇઝરાયલની સાથે લડવા આવે કે, તે તેઓનો પૂરો નાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે યહોવાહ તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવાહ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 કારણકે યહોવાએ શત્રુઓના મન કઠોર બનાવી નાખ્યા હતાં જેઓ ઇસ્રાએલ સામે લડવા કૃતનિશ્ચય હતા, જેથી યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ તેઓ નિર્દયી રીતે માંર્યા જાય.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:20
24 Iomraidhean Croise  

આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.


અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું ફેરો પાસે જા. મેં ફેરો તથા તેના અમલદારોનાં હૃદય હઠીલાં કર્યાં છે, જેથી હું તેઓ મધ્યે મારાં ચિહ્નો દેખાડું.


મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ.


વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


સર્વસમર્થ પ્રભુએ સમ ખાધા છે: “મારી જ યોજના પૂર્ણ થશે અને મારો જ ઈરાદો ફળીભૂત થશે.


પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે.


આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan