Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:17 - પવિત્ર બાઇબલ C.L.

17 સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બાલ-ગાદ સુધીનો [દેશ કબજે કર્યો] ; અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેણે સેઈર નજીક હાલાક પર્વતીય હેર્મોન પર્વત નીચે લબાનોનની ખીણમાં બઆલ-ગાદ સુધીની બધી જમીનનું શાસન લીધું. તેણે તે દેશોના રાજાઓને પકડયા અને તેઓને માંરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:17
12 Iomraidhean Croise  

પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


હવે અહીંથી છાવણી ઉપાડી આગેકૂચ કરો. અમોરીઓના પહાડી પ્રદેશમાં અને તેની નજીકના વિસ્તારો એટલે કે અરાબા, ઉચ્ચ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, નેગેબ અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં તથા કનાનીઓના પ્રદેશમાં તથા લબાનોનમાં અને છેક મહાનદી યુફ્રેટિસ સુધી જાઓ.


“પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.


(સિદોનીઓ હેર્મોન પર્વતને સિર્યોન તરીકે ઓળખે છે, જ્યારે અમોરી લોકો તેને સેનીર કહે છે).


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


ઈશ્વર તેમના રાજવીઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેમનું નામનિશાન ભૂંસી નાખશો, તમારી સામે કોઈ ટકી શકશે નહિ અને તમે તે સૌનો વિનાશ કરશો.


દક્ષિણમાં રણપ્રદેશથી શરૂ કરી ઉત્તરમાં લબાનોનના પર્વતો સુધી અને પૂર્વમાં મહાનદી યુફ્રેટિસથી શરૂ કરી હિત્તીઓના સમસ્ત દેશમાં થઈને પશ્ર્વિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


એ બધા રાજાઓ સાથે યહોશુઆને લાંબો સમય યુદ્ધ કરવું પડયું હતું.


વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો.


ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.


Lean sinn:

Sanasan


Sanasan