Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ પોતાના સેવક મોશેને આજ્ઞાઓ આપી હતી અને મોશેએ એ આજ્ઞાઓ યહોશુઆને આપી અને યહોશુઆએ તેમનું પાલન કર્યું. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞાઓમાંથી યહોશુઆએ અમલ કર્યા વિના એકપણ આજ્ઞા રહેવા દીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી, અને તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, તેમાંની એક પણ તેણે અમલમાં લાવ્યા વગર રહેવા દીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવાહ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો:

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:15
24 Iomraidhean Croise  

પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


મોઆબના મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની પાસે પ્રભુએ મોશેને કહ્યું,


ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી.


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળ પેલે પાર જશે અને ત્યાં વસતી પ્રજાઓનો તમારી સમક્ષ નાશ કરશે, જેથી તમે તેમના દેશનો કબજો લઈ શકો અને પ્રભુએ કહ્યા પ્રમાણે યહોશુઆ તમને યર્દનને પેલે પાર લઈ જશે.


પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો.


ત્યાર પછી મોશેએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલી લોકોની હાજરીમાં કહ્યું, “બળવાન અને હિંમતવાન થા; કારણ, જે દેશ આ લોકોને આપવા વિષે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે.


હું તમને જે આજ્ઞા ફરમાવું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ કે તેમાંથી કંઈ ઘટાડો કરવો નહિ; પણ તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તેનું તમે પાલન કરો.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ.


માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.


યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં.


ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ.


યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો,


Lean sinn:

Sanasan


Sanasan