Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:36 - પવિત્ર બાઇબલ C.L.

36 એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો એગ્લોનથી પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનમાં ગયા અને તેના પર હુમલો કર્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ એગ્લોન છોડીને હેબ્રોનમાં આવ્યા; અને તેઓએ તેની સાથે લડાઈ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ એગ્લોનથી હેબ્રોન આવ્યા. તેઓએ તેની સામે યુદ્ધ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:36
17 Iomraidhean Croise  

તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી.


પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.


સોરા, આયાલોન અને હેબ્રોન.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:


એ જ દિવસે તેમણે તેને કબજે કર્યું અને લાખીશની જેમ ત્યાંના પણ બધાં માણસોને મારી નાખ્યાં.


અને તેને કબજે કર્યું. તેમણે તેના રાજાનો તથા નગર અને આસપાસનાં ગામોમાં વસતા સૌનો સંહાર કર્યો. યહોશુઆએ એગ્લોનની જેમ હેબ્રોનનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો; એમાં કોઈને જીવતું રહેવા દીધું નહિ.


આમ, યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોન એ પાંચ નગરોના અમોરી રાજાઓએ પોતાનાં લશ્કરીદળો એકત્ર કરી ગિબ્યોનને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત.


હેબ્રોન, જે ખૂની માટેનું એક આશ્રયનગર હતું તેનાં ઉપરાંત આરોન યજ્ઞકારના વંશજોને બીજાં આ નગરો ફાળવવામાં આવ્યાં: લિબ્ના,


તેમણે હેબ્રોનમાં (જે અગાઉ કિર્યાથ આર્બા કહેવાતું હતું) વસતા કનાનીઓ પર ચડાઈ કરી. ત્યાં તેમણે શેશાય, અહિમાન અને તાલ્માયનાં ગોત્રોને હરાવ્યાં.


મોશેના ફરમાન પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું હતું. કાલેબે તે નગરમાંથી અનાકના વંશમાં ઊતરી આવેલા ત્રણ ગોત્રોને હાંકી કાઢયાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan