Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:3
19 Iomraidhean Croise  

સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.


તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.


તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના રાજા હિઝકિયાએ સાન્હેરિબને લાખીશમાં સંદેશો મોકલ્યો: “મેં ભૂલ કરી છે; તમારી ચઢાઈ પાછી હઠાવી લો અને તમે ખંડણી તરીકે જે માગો તે હું આપીશ.” સમ્રાટે હિઝકિયાને દસ ટન રૂપું અને એક ટન સોનું મોકલવા જણાવ્યું.


આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો.


અદોરાઈમ, લાખીશ, અઝેકા,


તે સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો. યહૂદિયાનાં કિલ્લેબંધ નગરોમાંના બાકી રહેલાં લાખીશ અને અઝેકા નગરો પર તેનું લશ્કર આક્રમણ કરી રહ્યું હતું. કારણ, એ બે જ કિલ્લેબંધીવાળાં નગરો હજી જીતવાનાં બાકી હતાં.


હે લાખીશના રહેવાસીઓ, રથે ઘોડા જોડો. તમે ઇઝરાયલનાં પાપનું અનુકરણ કર્યું અને એમ કરીને યરુશાલેમને પણ પાપમાં પાડયું.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


હવે યરુશાલેમના રાજા અદોનીસેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે અને આયના તથા તેના રાજાના હાલ યરીખોના તથા તેના રાજાના હાલ જેવા કર્યા છે; વળી, ગિબ્યોનના લોકોએ પણ ઇઝરાયલીઓ સાથે સલાહશાંતિ કરી લીધાં છે અને તેઓ તેમની સાથે રહે છે, તે પણ તેના સાંભળવામાં આવ્યું.


તેથી ગુફા ઉઘાડવામાં આવી અને યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના એ પાંચ રાજાઓને બહાર લાવવામાં આવ્યા.


એ પછી, યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો લાખીશથી એગ્લોન ગયા અને એગ્લોનને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો.


આમ, યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોન એ પાંચ નગરોના અમોરી રાજાઓએ પોતાનાં લશ્કરીદળો એકત્ર કરી ગિબ્યોનને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો.


પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી.


હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત.


પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે.


સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.


Lean sinn:

Sanasan


Sanasan