Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પછી યહોશુઆએ પોતાના અમલદારોને કહ્યું, “બીશો નહિ કે હતાશ થશો નહિ, પણ દૃઢ તથા હિમ્મતવાન થાઓ; કારણ, પ્રભુ તમારા સર્વ શત્રુઓને આ જ પ્રમાણે કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યહોશુઆએ તેઓને કહ્યું, “બીહો નહિ, તથા ગભરાઓ નહિ; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમે કે જે જે શત્રુઓ સાથે તમે લડશો તે સર્વને યહોવા એમ જ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવાહ તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:25
13 Iomraidhean Croise  

પણ જેઓ મારો જીવ લેવા ચાહે છે તેઓ નાશ પામશે; તેઓ ધરતીનાં ઊંડાણોમાં ઊતરી પડશે.


હે યાહ, અમારા પ્રભુ, હું તમારાં મહાન કાર્યોનું સ્મરણ કરીશ; હું પુરાતન કાળના તમારા ચમત્કારો સંભારીશ.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


તેમણે તેમના પર ઉતારેલી ભયાનક આફતો જે તમે તમારી નજરોનજર જોઈ હતી તે યાદ રાખવી; અને ચમત્કારો, અજાયબ કાર્યો અને પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પોતાના પ્રચંડ બાહુબળથી તમને મુક્ત કર્યા તે પણ યાદ રાખો. જે બધી પ્રજાઓથી તમે ડરો છો તેમનો તે જ પ્રમાણે ઈશ્વર નાશ કરશે.


બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


“તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.”


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


Lean sinn:

Sanasan


Sanasan