Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:20 - પવિત્ર બાઇબલ C.L.

20 યહોશુઆ અને તેના માણસોએ ભારે ક્તલ ચલાવીને મોટો સંહાર કર્યો; છતાં તેમાંથી કેટલાક નગરકોટની અંદર સલામત સ્થળે નાસી ગયા અને તેથી માર્યા ગયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેઓનો વિનાશ થયો ત્યાં સુધી યહોશુઆ તથા ઇઝરાયલી લોકોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો, અને તેઓમાંના જેઓ બચ્યા તેઓ કોટવાળાં નગરોમાં ભરાઈ ગયા, ત્યારે એમ થયું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે નાશ થયા. અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:20
12 Iomraidhean Croise  

તેથી રાજાએ અબિશાયને કહ્યું, “બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં યે વિશેષ મુશ્કેલીમાં ઉતારશે. મારા માણસો લઈને તેનો પીછો કર, નહિ તો તે કેટલાંક કિલ્લેબંધીવાળાં નગરો સર કરશે અને આપણા હાથમાંથી છટકી જશે.”


આહાબ રાજાએ રણક્ષેત્ર પર કબજો મેળવી ઘોડાઓ અને રથો લઈ લીધા અને અરામીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


“પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


શત્રુની પાછળ પડો અને તેમના પર પાછળથી હુમલો કરો. તેમને તેમનાં નગરોમાં ધૂસી જવા દેતા નહિ. તમારા ઈશ્વર પ્રભુએ તમને તેમના પર વિજય પમાડયો છે.”


પછી યહોશુઆના સર્વ માણસો તેની પાસે માક્કેદાની ગુફા પાસે સહીસલામત આવી પહોંચ્યા. દેશમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારવાની કોઈનામાં હિમ્મત રહી નહિ.


યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં.


પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.


ઇઝરાયલીઓએ વેરાનપ્રદેશના રણક્ષેત્રમાં તેમનો પીછો કરવા આવેલા આયના પ્રત્યેક રહેવાસીનો સંહાર કર્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને આય ગયા અને


Lean sinn:

Sanasan


Sanasan