Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો. એ યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું ‘યાશારના’ પુસ્તકમાં લખેલું નથી શું?’ અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:13
29 Iomraidhean Croise  

અને યહૂદાના લોકોને એ શીખવવાનો આદેશ આપ્યો. (યાશારના પુસ્તકમાં એ લખેલું છે.)


હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દશ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે. એને દશ પગથિયાં પાછળ જવા દો.”


આ હુકમની કાયદા તરીકે સર્વ પ્રાંતોમાં બધી પ્રજાઓમાં જાણ કરવાની હતી, જેથી તે દિવસ આવે ત્યારે યહૂદીઓ સ્વરક્ષણ માટે તેમના શત્રુઓનો સામનો કરવાને તૈયાર રહે.


તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો.


છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે;


ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે.


આહાબ રાજાએ બંધાવેલી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો પડશે.” તેથી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો ગયો.


તેમની આગેકૂચ થતાં ધરતી ધ્રૂજે છે અને આકાશ થરથરે છે. સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જાય છે અને તારાઓ ઝબૂક્તા મટી જાય છે.


પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે.


સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ.


તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.


આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે?


પ્રભુનો મહાન અને ગૌરવી દિવસ આવે તે પહેલાં સૂર્ય કાળો પડી જશે, અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે.


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


પ્રભુ માણસની વાણીને આ રીતે આધીન થયા હોય એવો દિવસ આ પહેલાં કે તે પછી થયો નથી. પ્રભુ ઇઝરાયલના પક્ષમાં રહીને લડયા!


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”


પછી હલવાને છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું કે ભયાનક ધરતીકંપ થયો અને સૂર્ય કાળો મેશ જેવો થઈ ગયો અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.


પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.


પછી શિમશોને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મને સંભારો. હે ઈશ્વર, મને આટલી એક વાર બળ આપો કે મારી બે આંખો ફોડી નાખવાના બદલામાં હું પલિસ્તીઓ પર એક સામટું વેર વાળું.”


ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ!


Lean sinn:

Sanasan


Sanasan