Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા તે દિવસે, યહોશુઆ યહોવાની આગળ બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર [સ્થિર રહે].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવાહ સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું: “ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:12
29 Iomraidhean Croise  

આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા.


હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દશ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે. એને દશ પગથિયાં પાછળ જવા દો.”


યશાયાએ પ્રભુને પ્રાર્થના કરી, એટલે આહાઝ રાજાએ ઊભી કરેલી સમયદર્શક સીડીમાં છાંયડો દશ પગથિયાં પાછળ ગયો.


યશાયાએ કહ્યું, “પ્રભુ પોતાનું વચન પાળશે એની સાબિતીરૂપે તે તને નિશાની આપશે. હવે તું પોતે પસંદ કર: સમયદર્શક સીડી પર છાંયડો દશ પગથિયાં આગળ જાય કે દશ પગથિયાં પાછળ જાય?”


બરિયા અને શેમા આયાલોન નગરમાં વસતાં કુટુંબોના વડા હતા. તેમણે ગાથનગરના લોકોને હાંકી કાઢયા,


સોરા, આયાલોન અને હેબ્રોન.


તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો.


છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે;


દિવસ તમારો છે અને રાત્રિ પણ તમારી છે; તમે જ સૂર્યને અને જ્યોતિઓને તેમને સ્થાને ગોઠવ્યાં છે.


પ્રભુ જેમ પરાશીમ પર્વત પર અને ગિબ્યોનની ખીણમાં ઝઝૂમવા તૈયાર થઈ ગયા તેમ તે પોતાનું ધારેલું અદ્‍ભુત અને અનોખું કામ પૂરું પાડવા ખડા થઈ જશે.


આહાબ રાજાએ બંધાવેલી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો પડશે.” તેથી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો ગયો.


તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ.


તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું.


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ.


શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લા,


આયાલોન, અને ગાથ-રિમ્મોન તેમનાં ગૌચર સહિત.


પછી તે મૃત્યુ પામ્યો અને તેને ઝબુલૂનના કુળપ્રદેશના આયાલોનમાં દફનાવવામાં આવ્યો.


આકાશમાંથી તારાઓ લડયા, હા, પોતાની કક્ષામાં ધૂમતા તારાઓ સીસરા વિરુદ્ધ લડયા.


તેથી શમુએલે પ્રાર્થના કરી અને એ જ દિવસે પ્રભુએ મેઘગર્જના અને વરસાદ મોકલ્યાં. પછી સર્વ લોકો પ્રભુ અને શમુએલથી ગભરાયા.


તે દિવસે ઇઝરાયલીઓ મિખ્માશથી માંડીને આયાલોન સુધી પલિસ્તીઓને મારતા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan