યહોશુઆ 1:6 - પવિત્ર બાઇબલ C.L.6 બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાહે તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવાહ તેઓને આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું. Faic an caibideil |
કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.