Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 1:18 - પવિત્ર બાઇબલ C.L.

18 જો કોઈ તારા આદેશ વિરુધ બંડ કરે અને તારા હુકમોની અવગણના કરે, પછી તે ગમે તે હોય, તો પણ તે માર્યો જાય. માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે, અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું ન ગણકારે, તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય. એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિમ્‍મતવાન થા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કોઈ પણ જે તમાંરી આજ્ઞાને ન અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 1:18
14 Iomraidhean Croise  

આપણે એમ ઈશ્વરના નિયમની માગણી પ્રમાણે વર્તીએ. હવે એ કામ તમારું છે અને અમે તમને મદદ કરીશું. તેથી ખૂબ હિંમત રાખીને આ કામ પાર પાડો!”


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


અમે જેમ મોશેને આધીન હતા તેમ તને પણ હમેશાં આધીન રહીશું. તારા ઈશ્વર પ્રભુ જેમ મોશે સાથે હતા તેમ તે તારી સાથે પણ રહો!


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


પછી ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “શાઉલ અમારો રાજા ન થાય એવું કહેનાર લોકો ક્યાં છે? અમારા હાથમાં તેમને સોંપી દો એટલે અમે તેમને મારી નાખીશું.”


Lean sinn:

Sanasan


Sanasan