Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ પ્રભુએ તેને પૂછયું, “એરંડી અંગેનો તારો ગુસ્સો વાજબી છે?” યોનાએ કહ્યું, “ગુસ્સે થવાથી મારું મોત પણ થાય તો ય મને તે વાજબી લાગે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “કીકાયોનના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે?” તેણે કહ્યું, “ગુસ્સે થવાથી, મારું મોત આવે તોપણ તે મને વાજબી લાગે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?” યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.”

Faic an caibideil Dèan lethbhreac




યૂના 4:9
13 Iomraidhean Croise  

યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી.


તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે?


જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે.


રીસ મૂર્ખની હત્યા કરે છે, અને ઈર્ષ્યા અબુધને હણી નાખે છે.


તેથી યોના ખૂબ જ નારાજ થયો ને તેને ગુસ્સો ચઢયો.


પ્રભુએ તેને કહ્યું, “આ એરંડી એક રાતમાં ઊગી અને બીજી રાતે નાશ પામી. તેં તેને રોપી નહોતી કે ન તો તેને માટે કંઈ મહેનત કરી, છતાં તને તેના પર દયા આવે છે.


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.


ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતો ખેદ દયપરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી; પણ દુન્યવી ખેદ મરણ નિપજાવે છે.


એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે.


તેણે તેને દિનપ્રતિદિન હઠેઠથી પૂછયા જ કર્યું. તેનાથી તે એવો હેરાન પરેશાન થઈ ગયો કે,


Lean sinn:

Sanasan


Sanasan