યૂના 4:8 - પવિત્ર બાઇબલ C.L.8 દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું.” Faic an caibideil |