Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 યોનાને થોડી શીતળ છાયા મળે અને એમ તેની બેચેની દૂર થાય માટે પ્રભુએ એરંડી ઉગાવી. યોના તેનાથી ખૂબ ખુશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવા ઈશ્વરે કીકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો, ને તેને યૂનાની ઉપર ઝઝૂમતો બનાવ્યો, જેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીકાયોનના વેલાને લીધે યૂના બહું જ આનંદ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 4:6
11 Iomraidhean Croise  

તે દિવસે મિજબાનીમાંથી પાછા ફર્યા બાદ હામાન ખૂબ ખુશમિજાજમાં હતો. પણ જ્યારે તેણે રાજમહેલના દરવાજે મોર્દખાયને જોયો ત્યારે તેને ખૂબ ગુસ્સો ચઢયો. કારણ, તેણે તેને માન આપ્યું નહિ કે તેને નમન કર્યું નહિ.


ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે.


હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.


હિઝકિયાએ સંદેશકોનો આનંદથી આવકાર કર્યો અને તેમને પોતાનો ખજાનો એટલે સોનું, રૂપું, સુગંધીદ્રવ્યો, અત્તરો, લશ્કરી શસ્ત્રસરંજામ અને પોતાના ભંડારોમાં જે જે હતું તે બધું તેણે તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું જે તેણે બતાવ્યું ના હોય.


તમે લો-દેબાર શહેરને સર કરી લીધાની ડંફાસ મારો છો. વળી, બડાઈ હાંકો છો કે, “અમે અમારા પરાક્રમથી કરનાઈમ પર જીત મેળવી છે.”


પ્રભુએ એક મોટી માછલીને યોનાને ગળી જવા હુકમ કર્યો. તે માછલીના પેટમાં યોના ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યો.


પછી યોના શહેર બહાર પૂર્વમાં જઈને બેઠો. ત્યાં પોતાને માટે માંડવો બાંધીને શહેરનું શું થાય છે તે જોવા તેની છાયામાં બેઠો.


પણ બીજે દિવસે વહેલી સવારે ઈશ્વરે એક કીડો ઉત્પન્‍ન કર્યો કે જેણે પેલી એરંડી કરડી ખાધી, એટલે એરંડી ચિમળાઈ ગઈ.


પણ દુષ્ટાત્માઓ તમને આધીન થયા એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે તેથી હરખાઓ.”


રુદન કરનારાંઓએ તેઓ જાણે કદીયે દુ:ખી હતાં જ નહિ તે રીતે; જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશાના માલિક બન્યા ન હોય તે રીતે;


Lean sinn:

Sanasan


Sanasan