Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9 કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 આથી કદાચ ઈશ્વર [પોતાનો વિચાર] બદલીને પશ્ચાતાપ કરે, ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે. જેથી આપણો નાશ ના થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કોને ખબર દેવ, કદાચ વિચાર બદલે અને તેના રોષથી ફરી જાય, જે તેથી આપણો નાશ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 3:9
14 Iomraidhean Croise  

દાવિદે જવાબ આપ્યો, “હા, તે જીવતું હતું ત્યારે હું ઉપવાસ અને શોક કરતો હતો. મેં માન્યું કે કદાચ પ્રભુ મારા પર કૃપાવંત થઈને બાળકને જીવતું રાખશે.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો.


હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો.


તો હવે તેથી તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને તમારા ઈશ્વર પ્રભુની વાણી માનો; જેથી પ્રભુએ જે મહાન વિપત્તિ તમારા પર લાવવાની ધમકી ઉચ્ચારી છે તે વિષેનો તેમનો વિચાર માંડી વાળશે.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું.


વહાણના કપ્તાને ત્યાં જઈને તેને કહ્યું, “અરે, તું ઊંઘે છે? ઊઠ, તારા ઈશ્વરને પ્રાર્થના કર કે તે આપણા પર દયા કરે અને આપણો નાશ ન થાય.”


તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.


હે દેશના નમ્રજનો, તથા તેમનો નિયમ પાળનાર લોકો, પ્રભુ તરફ પાછા ફરો. સદાચાર કરો અને પ્રભુ સમક્ષ પોતાને દીન કરો; પ્રભુ પોતાનો રોષ ઠાલવે તે દિવસે તમને કદાચ સંતાવાને આશ્રયસ્થાન મળી રહે.


તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે.


Lean sinn:

Sanasan


Sanasan