Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓએ જે કર્યું, એટલે કે પોતાનાં ખરાબ કામો તજી દીધાં તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું, તેવું કર્યું નહિ. અને તે તેઓ પર સંકટ લાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 3:10
18 Iomraidhean Croise  

તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો.


તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ.


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


કોઈ વાર હું કોઈ પ્રજાને કે રાષ્ટ્રને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે વિનાશ કરવાની ચેતવણી આપું,


પણ જો તે પ્રજા આપેલી ચેતવણી પ્રમાણે પોતાનાં દુષ્ટ આચરણ તજી દે તો હું તેના પર જે આફત લાવવાનો હતો તે વિચાર હું પડતો મૂકીશ.


કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.”


જો તમે આ દેશમાં જ રહેશો તો હું તમને બાંધીશ અને તોડી પાડીશ નહિ; હું તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ. કારણ, જે વિપત્તિ હું તમારા પર લાવ્યો તે વિષે હું દિલગીર છું.


તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”


તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?”


તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.


ન્યાયકાળને દિવસે નિનવેહના લોકો ઊઠીને તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો બોધ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા. પણ હું તમને કહું છું કે અહીં એક વ્યક્તિ છે કે જે યોના કરતાં પણ વધુ મહાન છે!


પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan