યૂના 2:9 - પવિત્ર બાઇબલ C.L.9 પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પણ હું બલિઓ અપીર્શ અને તમને ધન્યવાદ આપીશ. હું મારા વચનો જાળવીશ. તારણ યહોવાથી છે.” Faic an caibideil |
પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”