Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:4
20 Iomraidhean Croise  

તેઓ એ દેશમાં રહેતાં સાચો અને નિખાલસ પસ્તાવો કરે અને અમારા પૂર્વજોને તમે આપેલ આ દેશ તરફ, તમે પસંદ કરેલા આ શહેર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ ફરી પ્રાર્થના કરે,


તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે.


અને એ દેશમાં તેઓ સાચી રીતે અને નિખાલસપણે તમારી તરફ ફરે અને આ દેશ જે તમે અમારા પૂર્વજોને આપ્યો છે, આ નગર જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર જેને મેં તમારા નામની ભક્તિ માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે,


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


દિવસે પ્રભુ તેમનો પ્રેમ દર્શાવતા એથી રાત્રે હું તેમનું ગીત ગાતો; અને મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું.


તમે મને અતિ ઊંડા ગર્તમાં ધકેલી દીધો છે, અને ઘોર અંધારિયા અને ઊંડા ખાડામાં હડસેલી દીધો છે.


મારા પર તમારો કોપ બહુ ભારે છે; અને તેનાં ઊછળતાં મોજાં મને કચડી નાખે છે. (સેલાહ)


તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.


પણ સિયોનનગરી તો કહે છે, “પ્રભુએ મને તજી દીધી છે, અમારા માલિક અમને વીસરી ગયા છે.”


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.”


મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.”


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’


ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી.


હું મરવાની અણી પર આવી પહોંચ્યો ત્યારે હે પ્રભુ, મેં તમારું સ્મરણ કર્યું, અને તમારા પવિત્ર મંદિરમાંથી તમે મારી પ્રાર્થના માન્ય કરી.


Lean sinn:

Sanasan


Sanasan