Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “હે પ્રભુ, મારા સંકટમાં મેં તમને હાંક મારી એટલે તમે મને જવાબ આપ્યો. મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી મેં પોકાર કર્યો એટલે તમે મારું સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે કહ્યું, “મારી વિપત્તીને લીધે મેં યહોવાને વિનંતી કરી, ને તેમણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તમે મારો સાદ સાંભળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:2
26 Iomraidhean Croise  

મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી.


મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં.


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો.


તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો.


હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો.


મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ.


હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે.


હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો;


હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ.


એ માટે હવે પછી ભરપૂર પાણી મળ્યું હોય તેવું કોઇપણ વૃક્ષ પેલા દેવદાર વૃક્ષ જેટલું ઊંચું વધશે નહિ કે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડશે નહિ. બધાં જ વૃક્ષો મર્ત્ય માનવીની જેમ મરવા માટે નિર્માયાં છે અને મૃત્યુલોક શેઓલમાં જનારા મૃતકોની સાથે જવા માટે સર્જાયાં છે.”


જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે.


જે કોઈ માગે છે તે દરેકને મળશે, અને જે શોધે છે તેને જડશે, અને જે ખટખટાવે છે તેને માટે બારણું ઉઘાડવામાં આવશે.


ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.


કારણ, તમે મારા જીવને મરેલાંઓની દુનિયામાં પડયો રહેવા દેશો નહિ; તમે તમારા ભક્તના શરીરને સડી જવા દેશો નહિ;


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan