Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેણે તેઓને કહ્યું, “હું હિબ્રૂ છું; અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યૂના 1:9
29 Iomraidhean Croise  

ઈશ્વરે કોરી ભૂમિને ‘પૃથ્વી’ કહી અને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યા. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.


ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા.


આકાશના ઈશ્વર પ્રભુ જે મને મારા પિતાના ઘરમાંથી અને મારી જન્મ ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા અને જેમણે ‘હું તારા વંશજોને આ દેશ આપીશ’ એવું વચન મને સોગંદ ખાઈને આપ્યું હતું, તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવજે.


એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.


તેથી સમરૂનમાંથી દેશનિકાલ થયેલ ઇઝરાયલી યજ્ઞકારોનું એક જૂથ પાછું બેથેલમાં આવીને વસ્યું. ત્યાં તેમણે લોકોને પ્રભુની ઉપાસના કેવી રીતે કરવી તે શીખવ્યું.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


તેમણે અમને આ પ્રમાણે જવાબ આપ્યો: ‘અમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ અને ઘણાં વર્ષો પૂર્વે ઇઝરાયલના એક મહાન રાજાએ જે મંદિર બંધાવેલું તેનું અમે ફરીથી બાંધકામ કરીએ છીએ.


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી.” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “શું યોબ વિનાકારણ ઈશ્વરનો ડર રાખે છે?


આકાશના ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


ઇજિપ્તના રાજાએ શિફ્રા અને પુઆ નામે બે હિબ્રૂ દાયણોને આજ્ઞા આપતાં કહ્યું,


પછી બીજે દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે બે હિબ્રૂઓને એકબીજા સાથે લડતા જોયા. મોશેએ વાંક કરનાર માણસને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?”


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


જ્યારે હું આઠ દિવસનો હતો ત્યારે મારી સુન્‍નત કરવામાં આવી હતી. હું જન્મથી ઇઝરાયલી, બિન્યામીનના કુળનો છું અને મારામાં માત્ર હિબ્રૂ લોહી જ છે. યહૂદી નિયમશાસ્ત્રના ચુસ્ત પાલન સંબંધી જણાવું તો હું ફરોશી હતો,


તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan