Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું, ને સમુદ્રમાં મોટું તોફાન થયું, ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ યહોવાએ સમુદ્રમાં ભારે પવન મોકલ્યો અને શકિતશાળી વાવાઝોડું થયું અને વહાણ તૂટવાના આરે હતું.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 1:4
13 Iomraidhean Croise  

આકાશોમાં અને પૃથ્વી ઉપર, સમુદ્રોમાં અને નીચેનાં સર્વ ઊંડાણોમાં પ્રભુ પોતાને જે પસંદ પડે તે કરે છે.


પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે.


વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;


તેથી મોશેએ ઇજિપ્ત દેશ પર લાકડી લંબાવી. પ્રભુએ એ આખો દિવસ અને આખી રાત પૂર્વ દિશામાંથી પવન ચલાવ્યો.


એટલે પ્રભુએ પશ્ર્વિમમાંથી ભારે પવન ચલાવ્યો અને પવને તીડોને ઉડાવીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. આખા ઇજિપ્તમાં એકપણ તીડ રહ્યું નહિ.


મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.


પરંતુ તમે તમારો શ્વાસ ફૂંકયો અને ઇજિપ્તીઓ સમુદ્રમાં ડૂબી ગયા, તેઓ ઊંડા પાણીમાં સીસાની જેમ ડૂબી ગયા.


જ્યારે તે આજ્ઞા કરે છે ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે. તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવન મોકલે છે.


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


એકાએક પ્રભુ પાસેથી પવન ફુંક્યો અને તે દરિયા તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. જેથી તેઓ જમીનથી એકાદ મીટર ઊંચે ઊડવા લાગી, અને એક દિવસની મુસાફરી જેટલા અંતર સુધી દરેક દિશામાં પથરાઈ.*


Lean sinn:

Sanasan


Sanasan