Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેઓ તો નર્યા દુષ્ટ છે, તેમને કાપણી સમયના ધાન્યની જેમ લણી લો. ભરેલા દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ વહેવા લાગે ત્યાં સુધી જેમ દ્રાક્ષોને ખૂંદવામાં આવે છે તેમ તેમને કચડી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમે દાતરડું ચલાવો, કેમ કે કાપણીનો વખત આવ્યો છે; ચાલો, ખૂંદો; કેમ કે દ્રાક્ષાચક્કી ભરેલી છે, દ્રાક્ષાકુંડો ઊભરાઈ જાય છે; કેમ કે તેઓની દુષ્ટતા બહું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હવે તમે દાતરડાઁ ચલાવો, મોલ પાકી ગયો છે. આવો, દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે; કૂંડા રસથી ઊભરાય ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો. કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 3:13
14 Iomraidhean Croise  

સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા.


ચોથી પેઢીમાં તારા વંશજો અહીં પાછા આવશે; કારણ, અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી.”


પછી પ્રભુએ કહ્યું, “સદોમ અને ગમોરાની વિરુદ્ધ બહુ મોટી ફરિયાદ આવી છે અને તેમનાં પાપ અઘોર છે.


ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે.


“મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.


હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું.


“પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.


અને હે યહૂદિયાના લોકો, તમારા કાર્ય માટે તમારી સજાનો દિવસ મેં નક્કી કર્યો છે.


જંગલી ઘાસ શેતાનના લોક છે. જંગલી ઘાસ વાવનાર દુશ્મન શેતાન છે. કાપણી દુનિયાનો અંત છે અને લણનાર નોકરો તે દૂતો છે.


અનાજ પાક્તાં તે માણસ દાતરડું લઈને લણવા લાગી જાય છે; કારણ, કાપણીનો સમય થયો છે.”


“તમે પાકેલા ધાન્યની કાપણીની શરૂઆત કરો ત્યારથી માંડીને તમે સાત સપ્તાહ ગણો.


પછી મેં જોયું તો એક સફેદ વાદળ દેખાયું. તે વાદળ પર માનવપુત્ર જેવી એક વ્યક્તિ બિરાજી હતી. તેમને શિરે મુગટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan