Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ લડવૈયાની જેમ હલ્લો કરે છે. સૈનિકોની જેમ તેઓ દીવાલ પર ચડી જાય છે. તેઓ સૌ સીધાં આગેકૂચ કરે છે, કોઈ પોતાની દિશા બદલતું નથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓ યોદ્ધાઓની જેમ દોડે છે; લડવૈયાઓની જેમ તેઓ કોટ પર ચઢે છે. તેઓ સર્વ પોતપોતાને માર્ગે ચાલે છે, ને હાર તોડતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આ “યોદ્ધાઓ” પાયદળની જેમ દોડે છે, અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે. તેઓ બધા એક હરોળમાં ખસે છે અને તેમની હરોળથી હટતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:7
11 Iomraidhean Croise  

“શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.”


તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.”


તેમણે મને વીંધી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે; ઝનૂની બનેલા યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.


શયનખંડમાંથી નીકળતા વરરાજાની જેમ સૂર્ય સવારે નીકળે છે; સશક્ત દોડવીરની જેમ પોતાની દોડ આનંદથી દોડે છે.


તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે.


“હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી.


કે એકબીજાના માર્ગમાં આડે આવતું નથી. તેઓ સંરક્ષણની આડશોમાં થઈને પાર જાય છે અને કશાથી તેમને રોકી શક્તાં નથી.


તેઓ શહેર તરફ ધસે છે, તેઓ દીવાલો પર દોડે છે, તેઓ ઘરો પર ચડી જાય છે અને ચોરની માફક બારીઓમાં થઈને અંદર ધૂસી જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan