Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પર્વતોનાં શિખરો પર ગગડતા રથોની જેમ, ખૂંપરા ભસ્મ કરતા અગ્નિના ભડકાની જેમ, તથા યુદ્ધવ્યૂહમાં ગોઠવાયેલા બળવાન લોકોની જેમ તેઓ કૂદકા મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ શિખરો પર ગડગડાટ કરતાં, રથોની જેમ આગળ ઘસી રહ્યાં છે, ઘાસ બળતી જવાળાઓના લપકારાની જેમ અને યુદ્ધભૂમિમાં શકિતશાળી સૈનાની જેમ આગળ વધે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:5
9 Iomraidhean Croise  

શું તેં અશ્વને તીડની પેઠે કૂદવાની શક્તિ આપી છે, અને તેનો હણહણાટ કેવો પ્રતાપી અને ભયાનક હોય છે!


તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


તેમની છાતી લોઢાના બખ્તર જેવી દેખાતી વસ્તુથી ઢંક્યેલી હતી. તેમની પાંખોના ફફડાટનો અવાજ ઘણા ઘોડા જોડેલા રથના ગડગડાટ જેવો હતો.


Lean sinn:

Sanasan


Sanasan